New Update
સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર બંધ ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં કર્મ સવાર દંપતીનું કરુણ મોત નીપજ્યુ હતુ.
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર બંધ ટ્રક ઉભી હતી,તે દરમિયાન એક કાર ત્રણકી પાછળ ધડાકાભેર અથડાઈ હતી.અને કારનો કચ્ચરઘાણવળી ગયો હતો.સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પતિ પત્ની બંનેનાં કરુણ મોત નિપજ્યા હતા.
જાણવા મળ્યા મુજબ મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.ઘટના સંદર્ભે પોલીસ દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.