• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું કારણ કે મારી જીંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોના આશીર્વાદ છે : પીએમ મોદી

નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે 'આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું

author-image
By Connect Gujarat Desk 08 Mar 2025 in ગુજરાત સમાચાર
New Update
aa

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા દિવસના અવસર પર ગુજરાતના નવસારી પહોંચ્યા હતા.

નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે 'આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું કારણ કે મારી જીંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોના આશીર્વાદ છે, જે સતત વધતા જાય છે.

વડાપ્રધાને આગળ કહ્યું કે 'આપણા શાસ્ત્રોમાં નારીને નારાયણી કહેવામાં આવી છે. નારીનું સન્માન સમાજ અને દેશના વિકાસની પ્રથમ સીડી હોય છે, એટલા માટે વિકસિત ભારત બનાવવા માટે, ભારતના ઝડપી વિકાસ માટે આજે ભારત વિમેન લેન્ડ ડેવલોપમેન્ટના માર્ગ પર ચાલી રહ્યું છે.

View this post on Instagram

A post shared by Connect Gujarat TV (@connectgujarat)

નરેન્દ્ર મોદીએ કહ્યું '2024 પછી અત્યાર સુધી લગભગ 3 કરોડ મહિલાઓ ઘરની માલિક બની ચૂકી છે. આજે આખી દુનિયામાં જળ જીવન મિશનની પણ ખૂબ ચર્ચા છે. જળ જીવન મિશન દ્વારા આજે દેશના ગામડે ગામડે પાણી પહોંચી રહ્યું છે.' અમારી સરકાર મહિલાઓના જીવનમાં સન્માન અને સુવિધા બંનેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવીને તેમનું સન્માન વધાર્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'અમે કરોડો મહિલાઓના બેંક એકાઉન્ટ ખોલાવીને તેમને બેકિંગ વ્યવસ્થા સાથે જોડી, ઉજ્જવલા સિલિન્ડર આપીને તેમને ધુમાડાની તકલીફ માંથી મુક્તિ આવી છે. ત્રણ તલાક વિરુદ્ધ કડક કાયદો બનાવીને અમારી સરકારે લાખો મુસ્લિમ બહેનોનું જીવન નષ્ટ થતું બચાવ્યું છે. જ્યારે કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગુ હતી, તો ત્યાંની બહેનો-દિકરીઓ ઘણા અધિકારોથી વંચિત હતી. જો તે રાજ્યની બહાર અન્ય કોઈ સાથે લગ્ન કરી લેતી હતી, તો તે ખાનદાની સંપત્તિ મેળવવાનો તેમનો અધિકાર છિનવાઇ જતો હતો.'

નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'રાજકારણનું મેદાન હોય કે રમતનું મેદાન, ન્યાયપાલિકા હોય કે પછી પોલીસ, દેશના દરેક સેક્ટરમાં મહિલાઓનો પરચમ લહેરાઈ રહ્યો છે.2014 પછી દેશના મહત્વપૂર્ણ પદો પર મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી છે.2014 પછી જ કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બની છે.સંસદમાં પણ મહિલાઓની હાજરીમાં વધારો થયો છે.18મી લોકસભામાં 74 મહિલા સાંસદ લોકસભાનો હિસ્સો છે. ન્યાયપાલિકામાં મહિલાઓની ભાગીદારી એટલી જ વધી છે.'

ઘણા રાજ્યોમાં સિવિલ જજ તરીકે નવી ભરતીમાં પચાસ ટકા અથવા તેનાથી વધુ આપણી દિકરીઓને સિલેક્ટ કરવામાં આવી છે. આજે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે. તેમાં મહિલા રોકાણની મોટી ભૂમિકા છે.

#Gujarat #CGNews #PM Modi #Narendra Modi #Women's Day #Happy Womens Day
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by