Connect Gujarat
ગુજરાત

સ્પીડમાં વાહન ચલાવતાં હોય તો ચેતી જજો, રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનની રહેશે નજર

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજયમાં 48 ઇન્ટરસેપ્ટર વાહનોની ફાળવણી કરાય છે.

સ્પીડમાં વાહન ચલાવતાં હોય તો ચેતી જજો, રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનની રહેશે નજર
X

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનની ફાળવણી કરાય છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજયમાં 48 ઇન્ટરસેપ્ટર વાહનોની ફાળવણી કરાય છે.

ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યાં છે. આ પ્રસંગે હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા સારુ અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ સારું ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત વાહન અકસ્માતમાં ધણા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઇ જાય છે. તેમને બહાર કાઢવા માટે વાહનના દરવાજા તોડી કે કાપી નાખી ઇજાગ્રસ્તને બહાર કાઢવા અને કુદરતી આફતોના સમયે નાગરિકોને ઉપયોગી બની રહે તેવી હાઇવે પેટ્રોલ ૪૨ વાહન પણ વિવિધ શહેર- જિલ્લામાં આપવામાં આવ્યા છે.

ઇન્ટરસેપ્ટર વાન ઇનોવામાં તૈયાર કરવામાં આવી છે. આ ૪૮ ઇન્ટરસેપ્ટર વાનની અને અંદર ગોઠવણી કરવામાં આવેલા ટેકનોલોજી સજ્જ સાધનો સાથે કુલ કિંમત રૂપિયા ૧૦ કરોડ ૪૬ લાખથી વધુની થાય છે. આ વાન અમદાવાદ શહેરને ૪, સુરત શહેરને ૩, રાજકોટ શહેરને ૨, વડોદરા શહેરને ૨ તથા જિલ્લાઓમાં એક- એક મળી કુલ- ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનોની ફાળવણી કરવામાં આવી છે. ૪૨ હાઇવે પેટ્રોલ વાન કુલ રૂપિય ૬ કરોડ ૫૬ લાખથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.માં આવી છે.

Next Story