Connect Gujarat
ગુજરાત

CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય,રાજ્યની નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૯ નગરપાલિકાઓમાં કુલ ૭૩.૯૮ MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય,રાજ્યની નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૯ નગરપાલિકાઓમાં કુલ ૭૩.૯૮ MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યની નગરપાલિકામાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલય ના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકામાં અદ્યતન ટેકનોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ૯ નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે ર૦રર-ર૩માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તથા તે સંપૂર્ણતઃ કાર્યરત રહે તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ રૂ. ૧૮૮.૧ર કરોડના કામો મંજૂર કર્યા છે., નગરપાલિકાઓમાં કુલ ૧૪૯૭ MLD ક્ષમતાના રૂ. ૧૮પ૦ કરોડના ૧૬૧ STP ના કામો અગાઉ મંજૂર કરવામાં આવેલા છે તેમાંથી પ૭ નગરપાલિકાઓમાં ૭ર૦ MLD ક્ષમતાના STP ના કામો કાર્યરત છે. મુખ્યમંત્રીએ જે ૯ નગરપાલિકામાં STP કામોને મંજૂરી આપી છે

Next Story