Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં પોલીસ ગુંડાની જેમ કરે છે ઉઘરાણી, રાજકોટ કમિશનર પર આક્ષેપ થતાં હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો..?

ગુજરાતમાં પોલીસ ગુંડાની જેમ કરે છે ઉઘરાણી, રાજકોટ કમિશનર પર આક્ષેપ થતાં હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો..?
X

એક તરફ ગુજરાતમાં પોલીસની છાપ સુધારવા માટે હર્ષ સંઘવી પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર પર મોટો આરોપ લગાવ્યો છે. ગોવિંદ પટેલે આ અંગે હર્ષ સંઘવીએ પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે રાજકોટ પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવામાં કમિશન લે છે. મોનજ અગ્રવાલ કમિશન લેતા હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે

હર્ષ સંઘવીને લખેલા પત્રમાં ગોવિંદ પટેલે પત્રમાં એવો આરો લગાવ્યો છે કે પોલીસ ગુંડા મવાલીને જેમ ઉઘરાણી કરે છે. સામેની પાર્ટી ઉઘરાણી ન આપે તો હવાલા લેવાય છે. સાથે તેઓએ આવા અનેક કિસ્સાઓ થયા હોવાનુ પણ કહ્યુ જેમાંથી એક કિસ્સા વિશે વાત કરતા જણાવ્યુ હતું કે રાજકોટના મહેશ સખીયા સાથે આઠ માસ પહેલા 15 કરોડનું ચીટીંગ થયું હતું. પરંતુ પોલીસે આ મામલે FIR નહોતી ફાડી. પોલીસે ઉઘરાણીના રુપિયામાં 15 ટકા હિસ્સો માગ્યો હતો. ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને 7 કરોડ પરત અપાવ્યા હતા.રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આરોપ લગાવતા પત્રમાં એમ પણ જણાવ્યુ છે કે તેઓ પીઆઇ થકી ઉઘરાણીકરાવે છે.મહેશ સખીયા સાથે થયેલી છેતરપિંડી મામલે 75 લાખ રુપિયાની પીઆઇ થકી ઉઘરાણી કરાવી હતી. તો બીજી તરફ એમ પણ આરોપ લગાવ્યો કે પીઆઇએ ફોન થકી FIR કરીને આરોપીને પકડવાની વાતો કરે છે.

Next Story