સોમવારની જાહેર રજાની અવેજીમાં CM ભુપેન્દ્ર પટેલ નાગરિકોને આગામી 5 તારીખે મુલાકાત આપશે

New Update
સોમવારની જાહેર રજાની અવેજીમાં CM ભુપેન્દ્ર પટેલ નાગરિકોને આગામી 5 તારીખે મુલાકાત આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ગુરુવાર તારીખ પાંચમી ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે નાગરિકોને મુલાકાત આપવાનો નિર્ણય કર્યો છે.

અઠવાડિયાના પ્રથમ બે દિવસે એટલે કે સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીને કોઈપણ પૂર્વનિર્ધારિત એપોઈન્ટમેન્ટ સિવાય મળી શકતા હોય છે. પરંતુ ઓક્ટોબર-૨૦૨૩ના પ્રથમ સોમવારે તારીખ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિની સરકારી કચેરીઓમાં જાહેર રજા હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જાહેર રજાને કારણે નાગરિકોને રાબેતા મુજબ મળી શક્યા ન હતાં. આથી મુખ્યમંત્રીએ તેમને મળવા આવતા નાગરિકોની સુવિધા માટે એવો નિર્ણય કર્યો છે કે ગત સોમવારે બીજી ઓક્ટોબરની જાહેર રજાની અવેજીમાં હવે આગામી ગુરૂવાર પાંચમી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે તેઓ નાગરિકોને મુલાકાત આપશે.

Read the Next Article

રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે. આજે બે જિલ્લામાં

New Update
varsad

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે.

આજે બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.  આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા  મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.