Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા, 58 દર્દી થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા છે. જ્યારે 58 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 80 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા, 58 દર્દી થયા સાજા
X

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા છે. જ્યારે 58 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 80 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા થયો છે.

નવા કેસની વાત કરીએ તો વડોદરા શહેરમાં 22, સુરત શહેરમાં 12, વડોદરા જિલ્લામાં 11, ગાંધીનગર શહેરમાં 5 અને રાજકોટ શહેરમાં 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, સુરત અને વલસાડ જિલ્લામાં 3-3, તો અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર શહેર અને કચ્છ જિલ્લામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. તો આજે 24 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 85ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 945 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 463 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 704 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે.

Next Story