New Update
ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,406 નવા કેસ નોંધાયા છે અને 49 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,34,793 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,649 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,34,65,552 લોકો કોરોના મુક્ત થયા છે.
દેશમાં કુલ 205,92,20,794 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 32,73,551 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા છે.