New Update
રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશનની કામગીરી આગામી બે દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવાર બંધ રહેશે. રાજ્યમાં 8 અને 9 જુલાઈએ વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. આ પહેલા મમતા દિવસના બહાને 7 જુલાઈએ પણ વેક્સિનેશન બંધ રાખ્યું હતું.
જોકે સરકારે જ્યારથી રસી માટે 18થી 45 વર્ષની વયના લોકોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન મરજિયાત કર્યું ત્યારથી મોટી સંખ્યામાં નાગરિકો રસીકેન્દ્રો પર આવે છે. તેની સામે રસીના ડોઝની સંખ્યા ઘટતાં રસીકરણ ખૂબ ઘટી ગયું છે.