/connect-gujarat/media/media_files/2025/10/03/jagdish-vishwkarma-2025-10-03-13-27-45.jpg)
ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. પરંતુ તેમની બિનહરીફ પસંદગી થવાની પૂરી શક્યતા છે. જોકે હજુ સુધી પક્ષ તરફથી કોઈ અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીતવાની શક્યતા છે.
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થઈ ગયો છે.જોકે ભાજપ તરફથી સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.