Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલની નારાજગી મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન, કહ્યું બે દિવસથી વાત જ નથી થઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુ ચૂંટણીમાં જીત મેળવવા માટે કમર કસવામાં આવી રહી છે

હાર્દિક પટેલની નારાજગી મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન, કહ્યું બે દિવસથી વાત જ નથી થઈ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુ ચૂંટણીમાં જીત મેળવવા માટે કમર કસવામાં આવી રહી છે તો બીજી તરફ પાર્ટીના આંતરિક ડખા સપાટી પર આવી રહ્યા છે. રોજબરોજ કોઇને કોઇ નેતાની નારાજગી સામે આવી રહી છે. તેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તરફથી પણ કોંગ્રેસ પ્રત્યે નારાજગી જગજાહેર છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હાર્દિકને ટકોર કરી હતી કે જાહેરમાં સીધી નારાજગી વ્યક્ત કરવી યોગ્ય નથી. ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ આ મામલે હાર્દિક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષની નેતાગીરી થી નારાજગી વચ્ચે હાર્દિક પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. હાર્દિક મનાવવાના પ્રયાસ વચ્ચે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર આકરુ નિવેદન આપ્યું. તેઓએ હાર્દિક પટેલના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી. સાથે જ જણાવ્યું કે પક્ષની આંતરિક બાબતો મીડિયામાં કહેવાની ન હોય. હું મીડિયામાં જવાબ આપું એ વ્યાજબી નથી. પાર્ટી પાર્ટીનું કામ કરતી હોય છે. અગાઉ મારે હાર્દિક જોડે વાત થઈ હતી, હમણાં બે દિવસથી કોઈ વાત થઈ નથી. બીજી તરફ હાર્દિક પટેલ દ્વારા BJPના વખાણ બાબતે રઘુ શર્મા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ,હાર્દિક મામલે કોંગ્રેસ પક્ષ અંદરનો મામલો છે. તેમણે ક્યા સંદર્ભે વખાણ કર્યા તે હાર્દિક જ જણાવી શકે છે.

Next Story