Connect Gujarat
ગુજરાત

જામનગર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ત્રિ-દિવસીય "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નો કરાયો પ્રારંભ

આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો પ્રારંભ

જામનગર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કરાયો પ્રારંભ
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લતીપુર ખાતે શ્રમ અને રોજગાર પંચાયત-ગ્રામ ગ્રુહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અઘ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તેમજ સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત બાદ આત્મનિર્ભર ગામડાઓ બને તે માટે સરકાર દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય સંસ્કૃતિના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. અતિવૃષ્ટિના સમયમાં 79 હજાર ખેડૂતોના ખાતામાં આર્થિક સહાય જમા થઈ છે જે સરકારની ખેડૂતો તથા વંચિતો માટેની હમદર્દી દર્શાવે છે. આ યાત્રા થકી ગ્રામ્ય જીવન વધુ સુગમ અને સુલભ બનશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

"આત્મનિર્ભર ગ્રામ યાત્રા" ધ્રોલ તાલુકાની ખારવા તથા લતીપુર સીટમાં આજરોજ આગમન થયેલ જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરની વિવિધ યોજનાઓ અંતર્ગત મનરેગા યોજનાના ખેંગારકા, હાડાટોડા, જાયવા, રાજપર ગ્રામ પંચાયતના રૂપિયા 56.00 લાખ તેમજ કાગડા, ખેંગારકા આંગણવાડી કેન્દ્રોના રૂ.14.00 લાખ સહિત કુલ 132.10 લાખના લોકાર્પણ તથા ખાતમુર્હત કરવામાં આવ્યા.

આરોગ્ય વિભાગ દ્વારા 128 લાભાર્થીઓને રૂપિયા 4.90 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો સુખાકારી માટે સી.એન.જી ટીપરવાનનું લોકાપર્ણ કરવા આવ્યું હતું. આ ઉપરાત માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લતીપર થી થોરીયાડી રસ્તાનું. કામનું 49.50 લાખના ખર્ચે ખાતમુર્હત કરાયું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દિકરી યોજના અંતર્ગત 9 લાભાર્થીઓને 9.90 લાખના મંજુરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા. ખેતીવાડી શાખા દ્વારા કૃષિ રાહત પેકેજ અંતર્ગત 13,319 ખેડૂતોને રૂ.19.3 કરોડની સહાયનું ચૂકવણું કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત વિકાસ શાખા અને તાલુકા પંચાયત દ્વારા 87 કામોનું રૂ. 138.61 લાખનું ખાતમુર્હત અને 10 કામોનું રૂ.21.78 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર યાત્રા દરમિયાન પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જ્યંતી કગથરા, કારોબારી અધ્યક્ષ વસંતબેન તરાવીયા, તાલુકા ભાજપ પ્રમુખ નવલ મુંગરા, અગ્રણી દેવાણંદ જીલરીયા, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, જીલ્લા વિકાસ અધિકારી મીહીર પટેલ, પ્રાંત અધિકારી એચ. પી. જોષી, સહિત વિવિધ વિભાગોના અધિકારી-પદાધિકારી અને કર્મચારીઓ સહિત સરપંચો, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story