New Update
/connect-gujarat/media/post_banners/3f1dcd1b4a42e1d097ed558fd7e96428fb7a0c715ac66d382422c850bb0a3752.jpg)
જામનગર બ્રહ્મદેવ સમાજ દ્વારા બ્રહ્મ એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના લોકો તેમના ધંધા અને રોજગારનો વિસ્તાર કરી શકે તે માટે એકસ્પો યોજવામાં આવી રહયો છે.
જામનગરના બ્રહ્મદેવ સમાજ દ્વારા સૌરાષ્ટ્રના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સમસ્ત બ્રહ્મ સમાજના વેપારી ભાઈઓ અને બહેનો માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો..સંસ્થાના ઉપક્રમે બ્રહ્મ એક્સપો-2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 54 સ્ટોલ રાખવામા આવ્યા હતા. જે પૈકીના 10 સ્ટોલ સર્વ જ્ઞાતિની મહિલાઓ માટે અનામત રાખવામા આવ્યા. આ સાથે ફેશન શો અને લાઈવ મ્યુઝિક શો પણ રાખવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાત મહાસચિવ મિલન શુક્લ, શહેર પ્રમુખ કેતન ભટ્ટ, જિલ્લા પ્રમુખ અજય જાની સહિત સભ્યો હાજર રહયાં હતાં.