કેરીના સ્વાદ રસિયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. જામનગર શહેરના ફ્રૂટ માર્કેટમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન થઈ ચૂક્યું છે. જોકે, હાફૂસ કેરીના ભાવ હાલ આસમાને જોવા મળી રહ્યા છે.
આપને જાણીએ છે તેમ, જવલ્લેજ કોઈ એવી વ્યક્તિ હશે જેને કેરી ભાવતી ન હોય, ત્યારે હજૂ તો ઉનાળાનું આગમન પણ નથી થયું, ત્યાં જામનગર શહેરના બજારોમાં કેરી વેંચાતી જોવા મળી રહી છે. ફ્રૂટ માર્કેટમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન થઈ ચૂક્યું છે. હાલ 1 કિલો હાફૂસ કેરીનો ભાવ રૂપિયા 800થી 1 હજાર સુધી છે, ત્યારે એવું કહી શકાય કે, ગરીબ અને મધ્યમ માટે હાલના સમયે કેરીનો મીઠો સ્વાદ કડવો બન્યો છે. કેરીના વિક્રેતાઓનું કહેવું છે કે, હજુ કેરીની સિઝન જેમ વધશે તેમ ભાવમાં ઘટાડો આવશે. હાલ કેરીના ભાવ વધારે છે અને સામે ખરીદી પણ ખૂબ ઓછી છે.