Connect Gujarat
ગુજરાત

જામનગર: મેયરના અધ્યક્ષસ્થાને મનપાની સામાન્ય સભા યોજાઈ; વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના થયા આક્ષેપ

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયરના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર: મેયરના અધ્યક્ષસ્થાને મનપાની સામાન્ય સભા યોજાઈ; વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના થયા આક્ષેપ
X

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયરના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલ બોર્ડમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર તેમજ પદાધિકારીઓ દ્વારા શહેરના વિકાસના કાર્યોની ચર્ચા કરાઇ હતી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને આજે શહેર મધ્યે આવેલા ટાઉનહોલમાં સામાન્ય સભાનું આયોજન કરવાંમાં આવ્યું હતું. બેઠકમાં મેયર, કમિશનર અને શાસક પક્ષ તેમજ વિપક્ષ દ્વારા બેઠકમાં એજન્ડા અનુસાર જામનગર શહેરની પાર્કિંગ પોલિસી મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી, જે અંગે ચર્ચા કરતાં સ્થાયી સમિતિના ચેરમેન મનીષ કટારીયાએ જણાવ્યુ હતું કે, હાલ કોઈપણ પ્રકારના પાર્કિંગ ચાર્જનું ભારણ પ્રજા ઉપર આવશે નહીં જોકે વિપક્ષી સભ્યોએ ચરજેબલ પાર્કિંગનો વિરોધ યથાવત રાખ્યો હતો અને વિરોધપક્ષના વિરોધ વચ્ચે પાર્કિંગ પોલિસીના મુદાને બહુમતીથી પાસ કરવામાં આવતા વિરોધપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેમજ આ ઉપરાંત વિપક્ષ દ્વારા શહેરની કેટલીક દુકાનો લીઝ પર આપવાના મુદે અને અન્ય એક બાંધકામમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનો મુદો ઉઠાવતા મેયર દ્વારા બોર્ડ આટોપી લેવામાં આવ્યું હતું.

Next Story