ભારત અજમાના બજારનું 157 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે, પરંતુ તેમાં માત્ર જામનગર માર્કેટ યાર્ડ ખાતે ચાલુ સિઝનમાં ફક્ત ચાર માસમાં 109 કરોડથી વધુ રકમનું અજમાનું રેકડબ્રેક વેચાણ થઈ ચૂક્યું છે.
દેશભરમાં જામનગર માર્કેટિંગયાર્ડ અજમાની ખરીદ વેચાણમાં અવ્વ્લ સ્થાને છે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અજમાનું વેચાણ કરવા આવે છે, જામનગર યાર્ડમાં ચાલુ સિઝનમાં પ્રતિ 20 કિલોના રૂપિયા 7 હજાર સુધીના ભાવ ખેડૂતોને મળ્યા છે, છેલ્લા ચાર માસમાં 2 લાખ 79 હજાર મણ અજમો વેચાઈ ચૂક્યો છે, જેના માટે અત્યાર સુધીમાં 109 કરોડ 86 લાખથી વધુ રકમનું ચૂંકવણું થયું છે, હાલ માર્કેટયાર્ડમાં મોરબી, અમરેલી, ભાવનગર અને જામનગર જિલ્લાના ખેડૂતોનો અજમો વેચાણ માટે આવે છે. અજમાનું મોટાપાયે વેચાણ થતાં અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.