વાપીમાં ATS અને SOG પોલીસની ટીમનો દરોડો
બંધ બંગલામાંથી લાખોનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું
ઓર્ડર મુજબ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો
તમામ મુદ્દામાલ સાથે 2 યુવકોની ધરપકડ કરાય
પોલીસ પૂછપરછમાં મોટા નામો ખૂલે તેવી શક્યતા
ગુજરાત ATS અને વલસાડ SOG પોલીસની ટીમે વાપીના બંધ મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં લાખો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સના જથ્થા સાથે 2 યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ડ્રગ્સના કાળા કારોબારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ગુજરાત ATS સક્રિય થઈ છે. આ દરમિયાન ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATS અને વલસાડ SOG પોલીસની ટીમે વાપીમાં દરોડો પાડ્યો હતો. ATSને બાતમી મળી હતી કે, વલસાડ જિલ્લાના વાપી શહેરના પોશ વિસ્તાર ચલામાં આવેલા એક બંધ બંગલામાં કેટલાક ઈસમો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો સંગ્રહ કરીને ઓર્ડર મુજબ સપ્લાય કરી રહ્યા છે, તારે આ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે બંગલા બહાર વોચ ગોઠવી હતી. ગત તા. 2જી ઓક્ટોબર-2025’ની મોડી રાત્રે ટીમે દરોડો પાડીને બંધ બંગલામાં તપાસ કરતા લાખો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ 2 યુવકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS અને વલસાડ SOG પોલીસની ટીમે તમામ મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે. પકડાયેલું ડ્રગ્સ MD હોવાનું અનુમાન છે, જે અહીંથી સપ્લાય થતું હતું. પોલીસ પૂછપરછમાં મોટા નામો ખુલી શકે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.