મેંદરડામાં જામી હતી શ્રાવણીયા જુગારની મહેફિલ
ખેતરમાં 40 શકુનીઓ રમી રહ્યા હતા જુગાર
એલસીબીએ જુગારધામ પર કરી રેડ
પોલીસે 40 જુગારીની કરી ધરપકડ
રોકડા સહિત રૂપિયા 19.64 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢના મેંદરડા ગામે વાડીમા જુગાર રમતા 40 શકુનીઓ ક્રાઈમ બ્રાન્ચની ઝપટે ચડયા હતા,પોલીસે રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 19.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જૂનાગઢ મેંદરડાના સામાકાંઠા વાડી વિસ્તારમાં રહેતા લવ મહેશ સોલંકી અને ઉત્સવ હમીર બાલાસરા પોતાના ખેતરના ગોડાઉનમાં બહારથી માણસોને બોલાવી પત્તાપાનાથી શ્રાવણીયો જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી એલસીબીને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા 40 શખ્સો રોકડ રૂપિયા અને અન્ય મુદ્દામાલ સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.તમામ વિરૂધ્ધ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાનો ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી, એક સાથે વાડીમાં 40 શકુનીઓ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે, પોલીસે રોકડ રકમ મળી કુલ રૂપિયા 19 લાખ 64 હજાર 090 નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી કરી હતી.