જૂનાગઢ: માળીયા હાટીના પાસે બે કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, કારમાં ગેસનો બોટલ ફાટતા 7ના મોત

જૂનાગઢના માળીયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નિપજ્યા છે.આ ગંભીર અકસ્માતમાં સાત મૃતકોમાં પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ છે.

New Update
  • માળીયા હાટીના પાસે સર્જાયો ગોઝારો અકસ્માત

  • બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત

  • કારમાં રહેલો ગેસનો બોટલ ફાટતા લાગી આગ

  • પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના કરૂણ મોત

  • અકસ્માત અંગે પોલીસે શરૂ કરી તપાસ

જૂનાગઢના માળીયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નિપજ્યા છે.આ ગંભીર અકસ્માતમાં સાત મૃતકોમાં પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ છે. જે પરીક્ષા આપવા જતા હતા.બે કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતા કરુણાંતિક સર્જાઈ હતી.

જૂનાગઢ જિલ્લાના વેરાવળ હાઇવે માળીયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી.જેમાં પરીક્ષા આપવા જતાં પાંચ વિદ્યાર્થીઓ સહિત કુલ સાત લોકોના મોત થયા હતા.બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતા બાજુમાં રહેલા ઝુંપડામાં પણ આગ લાગી હતી.

હાઇવે પર વહેલી સવારે બે કારની ટક્કર થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા,અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝુંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કેવી રીતે થયો એની આગળની તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)