-
ગિરનારની લીલી પરિક્રમાનો થયો છે પ્રારંભ
-
શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે કરી રહ્યા છે પરિક્રમા
-
બે દિવસમાં 9 ભાવિકોના થયા મોત
-
હૃદયરોગના હુમલાથી નિપજ્યા મોત
-
પરિક્રમામાં પ્રથમ વખત સર્જાઈ હૃદયરોગની ઘટના
જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.
જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.જોકે, આ પરિક્રમા દરમિયાન માત્ર બે દિવસમાં જ 9 ભાવિકોના હૃદયરોગના હુમલાથી મોત થયા છે.પરિક્રમામાં 36 કિલોમીટરનું અંતર પરિક્રમાવાસીઓએ ચાલીને પૂરું કરવાનું હોય છે,ત્યારે સાહસિક આ પરિક્રમા અસ્વસ્થ શ્રદ્ધાળુઓના જીવ માટે જોખમરૂપ પણ સાબિત થાય છે,જોકે પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમ વખત 9 શ્રદ્ધાળુઓના હૃદયરોગથી મોત નિપજ્યા છે.જે માંથી 8 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોમાંજસદણ,અમરસર,દેવળા,ગાંધી
મૃતક નામની યાદી:
-
મુળજી લોખીલ - રાજકોટ
-
મનસુખભાઈ - રાજકોટ
-
અરવિંદ સિંધવ - રાજકોટ
-
પરસોત્તમ ભોજાણી - જસદણ
-
હમીર લમકા - અમરસર
-
રસિક ભરડવા - દેવળા
-
આલા ચાવડા - ગાંધીધામ
-
અરુણ ટેલર - મુંબઈ
-
નટવર લાલ પટેલ - અમદાવાદ