વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાય હતી પેટા ચૂંટણી
વિસાવદર બેઠક ફરીવાર આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો
ગોપાલ ઇટાલિયાએ AAPના કાર્યકરો સાથે ઉજવણી કરી
કાર્યકરોએ 'જય ગોપાલ, જય ગોપાલ'ના નારા લગાવ્યા
આમ આદમી પાર્ટીના નેતા-આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે, ત્યારે ગોપાલ ઇટાલિયાએ AAPના કાર્યકરો સાથે જીતની ભવ્ય ઉજવણી કરી હતી, જ્યાં કાર્યકરોએ 'જય ગોપાલ, જય ગોપાલ'ના નારા લગાવ્યા હતા.
જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં હાલના ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીઆ ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઇ હતી. ભુપત ભાયાણી 2024માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાય હતી. આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે, અને 2022માં AAP ઉમેદવાર સામે હારનાર કિરીટ પટેલની ફરી એ જ સ્થિતિ થઇ છે. જોકે, કિરીટ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં પણ વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રિબડીયા સામે ચૂંટણી હારી ગયા હતા.
આમ, એક જ બેઠક પર ભાજપ નેતા કિરીટ પટેલ 3 ચૂંટણીમાંથી એકવાર કોંગ્રેસ સામે અને 2 વાર AAP સામે હારી ગયા છે. 2024માં કોંગ્રેસ પાસેથી આંચકેલી વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીને જંગી લીડ મળતા ભારે ઉત્સાહ સાથે કાર્યકર્તાઓએ 'જય ગોપાલ જય ગોપાલ'ના નારા લગાવ્યા હતા. આ સાથે જ AAP નેતા મનોજ સોરઠીયા, રાજુ કરપડા, પ્રવીણરામ, ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.