જૂનાગઢ: ભવનાથ મંદિરના મહંત બનવા માટે હરીગીરીએ કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપથી ખળભળાટ

જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે.

New Update
Advertisment
  • ગિરનાર અંબાજી મંદિરની ગાદી માટે ખેંચતાણ 

  • તનસુખગીરીજીના દેહવિલય બાદ સર્જાયો વિવાદ

  • મહંત મહેશગીરીનાં લેટર બોમ્બ થી ખળભળાટ

  • પત્રના આધારે કરાયો ભ્રષ્ટાચારનો આક્ષેપ

  • મહંતની ગાદી માટે કરોડો રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ     

Advertisment

જૂનાગઢના ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી ના દેહવિલયને પગલે મહંત પદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોમ્બ ફોડ્યો હતો.જેના પગલે સંત સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.

જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોમ્બ ફોડ્યો હતો.પત્રકાર પરિષદ યોજીને મહેશગીરીએ એક પત્ર જાહેર કર્યો હતો,જેમાં જણાવવામાં આવ્યું હતું કે હરિગીરીએ ભવનાથ મંદિરના મહંત તરીકે પોતાની કાયમી ધોરણે જૂનાગઢના કલેક્ટર દ્વારા નિમણૂક થાય એ માટે જુદા જુદા 11 મહાનુભાવોને રૂપિયા આપ્યા હતા.જેમાં ભારતીય જનતા પાર્ટીજૂનાગઢના કલેક્ટરો તેમજ ભવનાથના સંતોનો સમાવેશ થાય છે.

આ પત્રની સામે મહેશગીરીએ હરિગીરીને જાહેરમાં એવો સવાલ કર્યો હતો કેઆ પત્ર શું છે એ સ્પષ્ટ કરો. આ પત્ર તમે અખાડામાં દેખાડીને પૈસા ઉપાડ્યા છે કેભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઉભી કરે છેએનો જવાબ આપો.પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છેજેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગીરીની સહી અને અખાડાનો ગોળ સીક્કો છે.મહંત મહેશગીરીએ ફોડેલા લેટર બોમ્બ બાદ હજી સુધી હરીગીરી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં ત્યારે આ પત્ર મહંતની ગાદી માટે કેટલો અસરકારક નીવડશે તે તો આવનાર સમય જ બતાવશે.

Latest Stories