જૂનાગઢ : MD ડ્રગ્સ સાથે પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ સાથે રૂપિયા 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેથી પોલીસે રૂપિયા 2.39 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update

જૂનાગઢમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત

પોલીસે મોપેડ પર મેફેડ્રોનની હેરાફેરીનો કર્યો પર્દાફાશ 

બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરતી પોલીસ 

પોલીસે 2.39 લાખનું ડ્રગ્સ કર્યુ જપ્ત  

પોલીસ દ્વારા ડ્રગ્સ અંગેની તલસ્પર્શી તપાસ શરૂ કરાઈ 

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેથી પોલીસે રૂપિયા 2.39 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
જૂનાગઢ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે માંગરોળ તરફ એક મોપેડ પર મેફેડ્રોન ડ્રગ્સ લઈ જવામાં આવી રહ્યું છે. જેના આધારે તપાસ કરતા માનખેત્રા પાસે એક કાળી મોપેડ પર ત્રણ શકમંદોને રોકી તપાસ કરી હતી.તેઓની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે મોપેડ પર સવાર બે મહિલા અને એક પુરુષની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ધોરાજીનો ઇમરાન જુમા,મુંબઈ મલાડની રહેવાસી આરિસા શેખ અને તાસિફા શેખ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એસઓજીના સ્ટાફે ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી 23.90 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 40 હજારના મોબાઇલ ફોન તેમજ મોપેડ મળી કુલ રૂપિયા 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરી આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું અને ક્યાંથી લાવ્યા હતા સહિતની તપાસ શરૂ કરી છે.
Latest Stories