/connect-gujarat/media/media_files/2025/10/23/arsms-2025-10-23-13-30-43.png)
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓજત નદીમાં એક આર્મી જવાન ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વંથલી તાલુકાના ટીકર ગામના રહેવાસી અને આર્મીમાં ફરજ બજાવતા યુવાન ભરતભાઈ ભેટારિયા ઓજત નદીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આર્મી જવાન નદીમાં ડૂબવાના સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, અને યુવાનને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી આર્મી જવાનનો કોઈ પત્તો લાગ્યો નથી, તેમ જાણવા મળ્યું છે. યુવાનના પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોચ્યા હતા, જ્યાં ચિંતાતુર માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે વંથલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.