જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન,ગત વર્ષની સરખામણીએ કેરીની આવકમાં નોંધાયો ઘટાડો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.જેના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

New Update
  • માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક

  • 200થી 300 બોક્સની નોંધાઈ આવક

  • 10 કિલો બોક્સના હરાજીમાં 1000થી 1500નો ભાવ

  • 10 દિવસ બાદ યાર્ડમાં કેરીની નોંધાશે પુષ્કળ આવક

  • કેસર કેરીની આવક આ વર્ષે ઓછી રહેવાની પણ સંભાવના

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જોકેઆ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.જેના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના તલાળા પંથકમાંથી કેસર કેરીની માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ થઇ છે.વાતાવરણમાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ કારણે આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થવાની અપેક્ષા છે. જો કેઓછી આવકને કારણે બજારમાં કેરીના ભાવ સ્થિર રહી શકે છે. આમ છતાં પણ કેરીની ગુણવત્તા જાળવી રાખવામાં આવી રહી છે.

માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 8-10 દિવસથી માત્ર 200-300 બોક્સ કેરીની આવક થઈ રહી છે. આ આંકડો ગત વર્ષની 1500-2000 બોક્સની સરખામણીમાં ઘણો ઓછો છે. હાલમાં 10 કિલોના બોક્સના 1000થી 1500 રૂપિયાના ભાવે કેરી વેચાઈ રહી છે.અને આવનાર સમયમાં કેસીની આવકમાં હજુ વધારો નોંધાવવાની શક્યતા છે.

Latest Stories