Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મનપાના નવા મેયર સામે ખુદ ભાજપમાં જ બળવો, દલિત નગરસેવકોની રાજીનામાની ચીમકી

જુનાગઢ મહાનગરપાલિકામાં વાલ્મિકી સમાજના મહિલાને મેયર બનાવવામાં આવતાં દલિત સમાજના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવતાં ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાય છે.

X

ભાજપ શાસિત જુનાગઢ મહાનગરપાલિકામાં વાલ્મિકી સમાજના મહિલાને મેયર બનાવવામાં આવતાં દલિત સમાજના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવતાં ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાય છે..

જુનાગઢ મનપામાં મેયરની વરણી પહેલાં જ વિવાદ છેડાયો છે. મોવડી મંડળે દલિતને બદલે વાલ્મિકી નગર સેવકને મેયર બનાવતાં ખુદ ભાજપના કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે. જુનાગઢ મનપાની વાત કરવામાં આવે તો ભાજપમાંથી 5 દલિત નગરસેવકો ચુંટાય આવ્યાં છે જયારે એક સભ્ય એસસી વર્ગમાંથી આવે છે. મેયર તરીકે ગીતા પરમારનું નામ જાહેર થતાંની સાથે ભાજપમાં ભડકો થયો છે જો મેયર તરીકે વાલ્મીકિ સમાજના નગરસેવક પદગ્રહણ કરશે તો તાત્કાલિક ધોરણે રાજીનામુ આપી દેવાની ચીમકી દલિત નગરસેવકોએ આપી છે. બ્રિજીશા સોલંકી, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, દિવાળીબેન પરમાર અને અશોક ચાવડા રાજીનામું આપવા તૈયાર થઇ ગયાં છે.

હાલ તો દલિત સમાજના નગરસેવકો રાજીનામુ આપવા માટે મકકમ જણાય રહયાં છે. મેયરના પદગ્રહણ પહેલાં તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે. હાલ તો જુનાગઢ ભાજપમાં થયેલાં ભડકાએ મોવડી મંડળને ચોંકાવી દીધું છે. શિસ્તબધ્ધ ગણાતી પાર્ટીની આબરૂના ધજાગરા ઉડયાં હોવાનો પણ ગણગણાટ શરુ થઇ ગયો છે.

Next Story