New Update
જૂનાગઢના માણાવદરમાં કારમાં લાગી આગ
સ્ટેટ હાઇવે પર સ્વિફ્ટ કાર સળગી ઉઠી
કાર ચાલકની સમય સૂચકતાથી જાનહાનિ ટળી
નગરપાલિકાના ટેન્કરથી આગ બુઝાવવામાં આવી
નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડનો અભાવ
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મારૂતિ સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે ભડકે બળતી કાર પર ફાયરબ્રિગેડના અભાવને કારણે નગરપાલિકા દ્વારા પાણીનો મારો ચલાવવા માટેની પદ્ધતિ ચર્ચાનો વિષય બન્યો હતો.
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મારૂતિ સ્વિફ્ટ કારનાં બોનેટ માંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા,જે અંગેની જાણ કાર ચાલકને થતા સમય સુચકતા વાપરીને કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો. અને જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી.જોકે નગરપાલિકા પાસે કે તંત્ર પાસે ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી બર્નિંગ કારની આગને કાબુમાં લેવા માટેનો પણ એક પ્રશ્ન ઉભો થયો હતો,પરંતુ માણાવદર નગરપાલિકા દ્વારા પાણીનું ટેન્કર મોકલીને સળગતી કાર પર પાણીનો મારો કરવાની હાસ્યાસ્પદ પદ્ધતિ ભારે ચર્ચાનો વિષય બની હતી.કારમાં આગ લાગવાની ઘટના કદાચ સામાન્ય લાગતી હશે પરંતુ જો કોઈ મોટી ઘટના સર્જાય તો બચાવ કામગીરી કરવી પણ અશક્ય બની શકે છે,અને આ ઘટના વિકસિત ગુજરાતની ચાળી ખાઈ રહી છે.