-
જૂનાગઢ મહંતની ગાદી માટે વિવાદનો મામલો
-
જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
-
વકરેલા વિવાદને શાંત પાડવા માટે લેવાયો નિર્ણય
-
મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની કરાઈ વરણી
-
મહંતના વાયરલ પત્ર મુદ્દે પણ તપાસ શરૂ કરાઈ
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતનો દેહવિલય થયા બાદ ગાદીને લઈને સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો હતો.જોકે જિલ્લા કલેકટરે હાલ પૂરતો આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદ ને શાંત પડી દીધો છે.
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના દેહવિલય બાદ મહંતની ગાદી મુદ્દે સાધુ સંતોમાં વિવાદનો જન્મ થયો હતો,અને એક પછી એક નવા નવા વિવાદો શરુ થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.સાધુ સંતોના ચાલી રહેલા વિવાદ મામલે આજે જિલ્લા કલેકટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.સમગ્ર મામલે આજે કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી હતી કે અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારની જવાબદારી જૂનાગઢ મામલતદારની રહેશે.અને તેમને આધીન બધું રહેશે.જ્યાં સુધી આગામી દિવસોમાં આ મંદિરમાં મહંતના નવા નામની જાહેરાત ન કરાય ત્યાં સુધી સમગ્ર મંદિરના વહીવટની જવાબદારી જૂનાગઢ મામલતદારની રહેશે.વધુમાં ભવનાથના મહંત હરીગીરીની સામે જે આક્ષેપ થયા છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગિરી બાપુ દ્વારા જે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં ભવનાથ મંદિરના મહંત તરીકે બેસવા હરીગીરી બાપુએ પૈસાની લેતી દેતી કરી હોવાના પત્રમાં આક્ષેપ કર્યો હતો.જે ઘટનામાં FSLની પણ મદદ લેવામાં આવશે.