જૂનાગઢ : ઐતિહાસિક નગરીમાં રસ્તોઓની હાલત ખખડધજ બનતા કોંગ્રેસનું  વિરોધ પ્રદર્શન,શાસકો પર ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ

જૂનાગઢ  ઐતિહાસિક નગરીમાં જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા લોકો ત્રસ્ત થઇ ગયા છે,જ્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરીને શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

New Update
  • ઐતિહાસિક નગરી બની ખાડા નગરી

  • ખાડાનું સામ્રાજ્ય સર્જાતા લોકો ત્રસ્ત

  • કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • કોંગ્રેસે ભ્રષ્ટ શાસનનો કર્યો આક્ષેપ

  • વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા   

જૂનાગઢ  ઐતિહાસિક નગરીમાં જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા લોકો ત્રસ્ત થઇ ગયા છે,જ્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરીને શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

જૂનાગઢ શહેરમાં જાહેર રસ્તાઓ પર પડેલા ખાડાના પરિણામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના મજેવડી દરવાજા નજીક મહા નગરપાલિકાના વિપક્ષના નેતાશહેર કોંગ્રેસ પ્રમુખનગર સેવકોઆગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને રસ્તાઓ પર જે ખાડાઓ પડી ગયા છે અને તેમાં પાણી ભરાયા છે તે ખાડામાં બાળકો જે નોટોથી રમે છે તે જુદી જુદી નોટો વહાવી ભ્રષ્ટાચારીઓને અર્પણ કરવાનો વિરોધ કાર્યક્રમ કર્યો હતો.

આ પ્રસંગે 1500 કરોડના વિકાસ કામો કર્યા હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢને નર્કાગાર બનાવી દીધું છે,તેવા ગંભીર આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. એક માસ પણ રોડ ટકતો નથી અને તેના લીધે જૂનાગઢના લોકો તથા બહારથી આવતા પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થઇ ગયા છે.આવી ગંભીર સ્થિતિ હોવા છતાં જૂનાગઢના શાસકોની આંખ ઉઘડતી નહોવાનું જણાવીને શાસકોને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Latest Stories