ગિરનારના અંબાજી મંદિરનામહંતની ગાદીનો વિવાદ
તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતાગાદી માટેનીખેંચતાણ
ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે કરી જાહેરાત
બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકોએ કર્યો ઉગ્ર વિરોધ
તનસુખગીરીના પરિવારજનોને મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ
જુનાગઢ ગિરનારના અંબાજી મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયા હતા,ત્યારે ગાદીને લઈને સંતો અને શિષ્યો વચ્ચે વિવાદસર્જાયો છે.
જૂનાગઢગિરનાર પર્વતનાઅંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ તારીખ 19મી નવેમ્બરનારોજબ્રહ્મલોક પામ્યા બાદ હાલ ગાદી માટે વિરોધનો વંટોળ ફૂંકાયો છે, ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે બ્રહ્મલીન તનસુખગીરીનાસમર્થકોએ ઉગ્ર વિરોધ કર્યો છે,મહંત તનસુખગીરીના પરિવારજનોને મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ પ્રગટ કર્યો છે, આજે અંબાજીના મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુની ધૂળ લોટ વિધિ હતી.
જ્યાં ભીડભંજન ખાતે સમગ્ર વિધિ કરવામાં આવી હતી,અને ત્યાં જ ગાદી માટેજાહેરાત થતા વિવાદ સર્જાયો છે,બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિજનોની માંગ છે કે અમારી પરંપરા માંથી અંબાજી મંદિરની ગાદી આપવાદુષ્યંતગીરીએ માંગ કરી છે.અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત નહી સ્વીકારાય તનસુખગીરીની પરંપરાને યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવારે આપઘાત કરવાની ચીમકી આપી હતી.જો કે હજુ આ મામલે મોટો વિવાદ સર્જાય તેવી શક્યતાનેધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.