જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું

જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા

New Update
  • વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું આયોજન

  • રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અપાય

  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

  • કરોડોના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્તઈ-લોકાર્પણ કરાયું

  • બીજ નિગમ ગોડાઉન, BRC ભવન અને શાળાનો સમાવેશ

જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 57.13 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને 36.95 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રૂ. 36.95 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ સામેલ છે. જેમાં વંથલી તાલુકાનું બીજ નિગમ ગોડાઉનજુનાગઢ શહેરનુંBRC ભવન અને કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. આમ કુલ રૂ. 94 કરોડના વિકાસ કાર્યોની વિસાવદરને મુખ્યમંત્રીએ ભેટ આપી છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.