જુનાગઢ: ત્રણ જિલ્લાની જીવાદોરી સમાન મીટર ગેજ ટ્રેન સેવા શરૂ નહીં કરાતા ઉપવાસ આંદોલન

મીટર ગેજ ટ્રેન સેવા બંધ, ત્રણ જિલ્લાના લોકોને અસર

જુનાગઢ: ત્રણ જિલ્લાની જીવાદોરી સમાન મીટર ગેજ ટ્રેન સેવા શરૂ નહીં કરાતા ઉપવાસ આંદોલન
New Update

ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લાની જીવાદોરી સમાન મીટર ગેજ ટ્રેન કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યા બાદ આજદિન સુધી શરૂ નહીં કરવામાં આવતા વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ રેલ્વે સ્ટેશન સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ જિલ્લાની મીટર ગેજ ટ્રેન છેલ્લા દોઢ-બે વર્ષથી બંધ કરી દીધા બાદ અનેક વાર લેખિત મૌખિક રજૂઆતો અને આંદોલનની ચીમકી બાદ પણ શરૂ નહીં થતાં 18 તાલુકાના રાજકીય-સામાજિક અને વેપારી પ્રતિનિધિ મંડળના ટેકા સાથે વિસાવદર રેલ્વે સ્ટેશન સામે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ રાજકીય પક્ષો સામાજિક આગેવાનોએ પ્રતીક ધરણાનો કાર્યક્રમ શરૂ કર્યો છે જ્યાં સુધી રેલ્વે વિભાગ દ્વારા મીટર ગેજ ટ્રેન જુના સમય મુજબ શરુ ન થાય ત્યાં સુધી આંદોલન શરુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા રેલવેના અધિકારીઓ પણ દોડતા થયા છે

#Gujarat #Connect Gujarat #Junagadh #Protest #Railway #Railway department #Beyond Just News #meter gauge train service #Fast agitation
Here are a few more articles:
Read the Next Article