જૂનાગઢ: રાજ્યમાં સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ વિંગની શરૂઆત,દર્દીઓને મળશે લાભ

જૂનાગઢ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થાને મળી રહે તેવા હેતુથી ગુજરાત ભરમાં સૌપ્રથમ આયુષ વિંગ એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે.

New Update
Advertisment
  • રાજ્યમાં સૌપ્રથમ સિવિલ હોસ્પિટલમાં આયુષ વિંગની શરૂઆત

  • દર્દીઓને એક જ સ્થાને તમામ સુવિધા મળી રહેશે

  • આયુર્વેદ,હોમિયોપેથી તેમજ યોગ પદ્ધતિથી કરાશે સારવાર

  • દર્દીઓને મળશે નિઃશુલ્ક સારવારનો લાભ

  • દર્દીઓને મેળવી શકશે વિવિધ સારવારનો લાભ

Advertisment

જૂનાગઢ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થાને મળી રહે તેવા હેતુથી ગુજરાત ભરમાં સૌપ્રથમ આયુષ વિંગ એટલે કે આયુર્વેદહોમિયોપેથી અને યોગ પદ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ ઓપીડી એટલે આયુર્વેદહોમિયોપેથી તેમજ યોગ પદ્ધતિથી સારવાર એક જ વોર્ડમાં શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના પ્રથમ માળે 106 નંબરમાં આ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.જેમાં આયુર્વેદ સારવારમાં પંચકર્મ ડે કેર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તમામ સારવાર દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક આપવામાં આવશે.આર્યુવેદ પંચકર્મ સારવારમાં માલિશ,શેક,નસ્ય,શિરોધારા,હૃદય,ગ્રીવા બસ્તી વગેરે જેવી સારવાર કરવામાં આવશે.જેના વડે ગોઠણ કમર સાંધાના દુખાવા સહિત માથાના તેમજ વાળના રોગો ચામડીના રોગોની સારવાર નિ:શુલ્ક કરવામાં આવશે. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે આયુષ ઓપીડીમાં નિ:શુલ્ક સારવાર લેવા લોકોને અપીલ કરી છે.આયુસ ઓપીડીમાં ડો.અજય પીઠિયા તેમજ અન્ય ડોક્ટર પણ સેવા આપી રહ્યા છે.

 

Latest Stories