જુનાગઢ: ઇતિહાસમાં પ્રથમ વખત બે સંતો મહામંડલેશ્વર બન્યા,જૂના અખાડાના બે સંતોનો પટ્ટાભિષેક કરાયો

આજ સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો તે દરરજો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે

New Update
જુનાગઢ: ઇતિહાસમાં પ્રથમ વખત બે સંતો મહામંડલેશ્વર બન્યા,જૂના અખાડાના બે સંતોનો પટ્ટાભિષેક કરાયો

આજ સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો તે દરરજો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે.

Advertisment

સનાતન ધર્મમાં સાધુઓનું ખૂબ મહત્વ છે અને સાધુઓમાં મહામંડલેશ્વરનો દરજ્જોએ વધુ મહત્વનો છે કોઈપણ અખાડાના સાધુઓને મંડલેશ્વરનો દરજ્જો આપવો હોય તો તેની વિધિ આજ સુધી કુંભ મેળાઓમાં થતી હતી હવે આ વિધિ-વિધાન સાથે જુનાગઢ જૂના અખાડાના ભારતીબાપુના શિષ્ય અને ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ ભારતીને અને રુદ્રેશ્વર જાગીરના ઇન્દ્રભારતીના ઉત્તરાધિકારી તરીકે મુક્તાનંદ ભારતીને મંડલેશ્વરની પદવી આપવામાં આવી છે.આ પદવી ૧૦૦૮ આચાર્ય અવધેશાનંદજી તથા સાધુ સંતોના મુખ્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમવાર જૂનાગઢમાં મહામંડલેશ્વરનો સાધુઓને દરજ્જો આપવાની વિધિ જૂનાગઢના ભારતી આશ્રમ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે યોજાઇ હતી 

Advertisment