જુનાગઢ : ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મુકાયું…

દેશનું ગૌરવ એવા એશિયાટિક સિંહોની એક ઝલક જોવા પ્રથમ દિવસે જ પ્રવાસીઓનો જોરદાર ઘસારો જોવા મળ્યો

જુનાગઢ : ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મુકાયું…
New Update

જુનાગઢ જીલ્લામાં આવેલ ગીર નેશનલ પાર્કને આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગીર નેશનલ પાર્કના DFOએ લીલી ઝંડી બતાવી જિપ્સીને પ્રસ્થાન કરાવ્યુ હતું.

સાસણ ગીર ખાતે સફારી પાર્કને અહી આવતા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. તા. 15 જૂનથી 16 ઓકટોબર સુધી પ્રાણીઓ માટે વેકેશનનો સમયગાળો હોય છે. જે પૂર્ણ થતાં ગીર નેશનલ પાર્કના DFO ડૉ. મોહન રામે લીલી ઝંડી બતાવી જિપ્સીને પ્રસ્થાન કરાવ્યુ હતું, ત્યારે દેશનું ગૌરવ એવા એશિયાટિક સિંહોની એક ઝલક જોવા પ્રથમ દિવસે જ પ્રવાસીઓનો જોરદાર ઘસારો જોવા મળ્યો હતો. જોકે, આ વર્ષે અહીના જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જેને નિહાળવાનો પણ પ્રવાસીઓ લ્હાવો લઈ રહ્યા છે.

#Connect Gujarat #Junagadh #DFO #safari Park #Asiatic Lion #gujarat tourism #Gir Lion #Sasan-Gir #National Park #Gir National Park #Gir Safari #Tourister #Junagadh Gir
Here are a few more articles:
Read the Next Article