ગિરનારની લીલી પરિક્રમા સામે સંકટ
કમોસમી વરસાદે ઉભું કર્યું વિઘ્ન
વરસાદને કારણે પરિક્રમા રૂટનું ધોવાણ
જંગલના રસ્તા પર જવું અશક્ય બન્યું
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ અપીલ
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે,જંગલ રૂટનો રસ્તો વરસાદમાં ધોવાતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયું છે.
દર વર્ષે કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીથી શરૂ થઈને કારતક પૂર્ણિમા દેવદિવાળીના દિવસે પૂર્ણ થતી ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી,જોકે હવે પરિક્રમા શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે કમોસમી વરસાદ વિઘ્નરૂપ બન્યો છે.
2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે, જોકે દર વર્ષે પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી લેતા હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાઈ જતા તૈયારીઓને બ્રેક લાગી છે તેમજ રદ થવાની પણ શક્યતા છે.
વન વિભાગના જણાવ્યા મુજબ હાલ પરિક્રમાના રૂટ પર ભારે વાહનો જઈ શકે એમ નથી. જ્યાં સુધી તંત્ર તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ઉતારાની વ્યવસ્થા કરતા લોકોને રૂટ પર વાહન લઈને ન જવા અપીલ કરવામાં આવી છે. પરિક્રમાનો રૂટ જોખમી બન્યો હોય, ફોરેસ્ટ અધિકારીએ બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને પરિક્રમામાં ન આવવા માટે અપીલ કરવામાં આવી છે