જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની મબલખ આવક,રોજની નોંધાઇ 5 હજાર ગુણી

જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી તેમજ સોયાબીનની આવક મબલખ થઈ રહી છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ સારી ક્વોલિટી તેમજ નબળી ક્વોલિટીના યોગ્ય પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે.

New Update
  • માર્કેટીંગ યાર્ડમાં તેલીબિયાં પાકની મબલખ આવક

  • મગફળી અને સોયાબીનની આવકમાં વધારો

  • ખેડૂતોને મળી રહ્યા છે પોષણક્ષમ ભાવ

  • રોજના 5 હજાર ગુણીની નોંધાય છે આવક

  • યાર્ડમાંથી મગફળી સહિતના પાકો કરાશે એક્સપોર્ટ

જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી તેમજ સોયાબીનની આવક મબલખ થઈ રહી છેખેડૂતોને પોષણક્ષમ ભાવ સારી ક્વોલિટી તેમજ નબળી ક્વોલિટીના યોગ્ય પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે.

આ યાર્ડમાં જૂનાગઢ,અમરેલી અને ગીર સોમનાથ તેમજ પોરબંદર તાલુકાના ખેડૂતો પોતાની જણસ વેચવા આવતા થયા છેહાલ મગફળીની રોજની 5 થી 6 હજાર જેટલી ગુણની આવક નોંધાઈ રહી છે.અને પ્રતિ મણ 900 થી લઈ 1200 રૂપિયા સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે.જેમાં 66 નંબર મગફળીના ભાવ અન્ય જાત કરતા વધારે મળે છેતો બીજી તરફ સોયાબીનનાં પ્રતિ મણે 800 થી લઈ 980 સુધીના ભાવો મળી રહ્યા છેજૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં હાલ વજન માટે ઉપયોગમાં લેવાતા ઘોડી કાંટાને બદલે ઇલેક્ટ્રિક વજન કાંટાનો ઉપયોગ કરાતો હોવાથી ખેડૂતોને યોગ્ય ન્યાય મળી રહ્યો છેઆ વર્ષે સૌરાષ્ટ્રમાં સોયાબીનની આવક સૌથી વધુ જોવા મળી રહી છેઆ યાર્ડમાંથી મગફળી સહિતના પાકો એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનો આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શ્રીજીની આગમન યાત્રાનું આયોજન

  • ડી.જે.ના નાદ સાથે વિધ્નહર્તાને આવકાર

  • મોટી સંખ્યમાં શ્રદ્ધાળુઓ જોડાયા

ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનો આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચના અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય અને અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રવણ ચોકડીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા શક્તિનાથ સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી. સમગ્ર માર્ગ પર ભક્તિનો માહોલ છવાયો હતો, ભક્તો ઉત્સાહભેર ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે જોડાયા. રંગીન લાઇટિંગ, સુશોભિત રથ અને સાંસ્કૃતિક ઝાંખીઓએ સમગ્ર શોભાયાત્રાને અદભુત અને યાદગાર બનાવી દીધી.