જુનાગઢ : વંથલી અને વિસાવદરમાં 2 માસૂમો પર દીપડાનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઘાયલ બાળકો સારવાર હેઠળ...

જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દિવાળીની રાત્રિએ વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી તાલુકાના રાયપુર ગામે દીપડાએ હુમલો કરીને 2 માસૂમ બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

New Update
  • જુનાગઢમાં દિવાળીની રાત્રે દીપડાએ આતંક મચાવ્યો

  • વંથલી-વિસાવદરમાં 2 માસૂમ બાળકો પર હુમલો કર્યો

  • દીપડાના હુમલામાં બન્ને બાળકો ગંભીર રીતે ઘાયલ થયા

  • દીપડાના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

  • ખૂંખાર દીપડાને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી

જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દિવાળીની રાત્રિએ વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી તાલુકાના રાયપુર ગામે દીપડાએ હુમલો કરીને 2 માસૂમ બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

દિવાળીના પાવન પર્વની રાત્રિએ જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દીપડાના હુમલાની 2 અલગ-અલગ ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસાવદર તાલુકાના ખાંભા ગામે પણ આવી જ એક ઘટના બની હતી. દક્ષા ડાભીની સાડા ત્રણ વર્ષની દીકરી દિવાળીના પર્વ પર ઘરના ફળિયામાં રમી રહી હતી. આ સમયે અચાનક જ દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. માતાએ બૂમાબૂમ કરતાં અને આસપાસના લોકો એકઠા થતાં દીપડો બાળકીને મુકીને જંગલ તરફ નાસી ગયો હતો. આ હુમલામાં બાળકીને આંખના ભાગે ગંભીર ઈજા પહોચતા તેને તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

તો બીજી તરફવંથલી તાલુકાના રાયપુર ગામના સીમ વિસ્તારમાં મજૂર વર્ગનો પરિવાર વાડીમાં રહે છે. સાંજના આસપાસ મજૂરની આશરે ત્રણ વર્ષની દીકરી ફળિયામાં રમી રહી હતીત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. વાડી માલિક અને ગામના સરપંચએ જણાવ્યું હતું કેદીપડો બાળકીને મોઢામાં પકડીને દૂર ખેતરમાં ભાગી ગયો હતો. આસપાસના લોકો દીપડાની પાછળ દોડીને ભારે હોબાળો મચાવતા દીપડો બાળકીને મુકીને ભાગી છુટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેબન્ને તાલુકાના ગ્રામજનોમાં દીપડાના વારંવાર થતા હુમલાના કારણે ડરનો માહોલ ફેલાયો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાનો કાયમી ત્રાસ દૂર થાય અને હિંસક પ્રાણીઓને પકડવા માટે વહેલી તકે પાંજરા ગોઠવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

Latest Stories