જુનાગઢ : પાદરીયા ગામમાં શ્રમિક યુવક પર સિંહણનો જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તને પગમાં 15 ટાંકા આવ્યા...

પાદરીયા ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન નજીક બીલખા તરફ રહેતો ભોજાભાઇ નારોલા નામનો યુવક લઘુશંકા કરવા ગયો હતો, ત્યારે પાછળથી આવી ચડેલી સિંહણે યુવાન પર હુમલો કરી દીધો હતો

New Update
  • જુનાગઢ નજીક આવેલ પાદરીયા ગામની ઘટના

  • શ્રમિક યુવક ઉપર સિંહણએ કર્યો જીવલેણ હુમલો

  • ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

  • ગંભીર રીતે ઘાયલ યુવકને પગમાં આવ્યા 15 ટાંકા

  • બનાવના પગલે વન વિભાગનો કાફલો દોડી આવ્યો

જુનાગઢ નજીક પાદરીયા ગામમાં શ્રમિક યુવક પર સિંહણે હુમલો કરી પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા 15 ટાંકા આવ્યા હતા.

જુનાગઢના પાદરીયા ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન નજીક બીલખા તરફ રહેતો ભોજાભાઇ નારોલા નામનો યુવક લઘુશંકા કરવા ગયો હતોત્યારે પાછળથી આવી ચડેલી સિંહણે યુવાન પર હુમલો કરી દીધો હતો. સિંહણે પોતાના મોમાં યુવકનો પગ લઈ ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાને મક્કમતાથી સામનો કરતા સિંહણ પગ છોડાવીને જતી રહી હતી. પગના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતાં યુવાનને તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતોજ્યાં તેને પગના ભાગે 15 ટાંકા લેવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે યુવકને ખાનગી હોસ્પિટલ રિફર કરાયો હતો. તો બીજી તરફસિંહણના હુમલાની ઘટના જાણ થતા વન વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતોઅને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Latest Stories