જુનાગઢ : કેશોદમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ

પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ

New Update
  • કેશોદમાં અંધશ્રદ્ધાનો ભોગ બની મહિલા

  • તાંત્રિક વિધિના બહાને નરાધમે આચર્યું દુષ્કર્મ

  • નરાધમે મહિલાને મારમારી આચર્યું દુષ્કર્મ

  • ઘરમાં સુખ શાંતિ,ધંધામાં બરકત માટે તાંત્રિકનો કર્યો હતો સંપર્ક

  • પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ

Advertisment

 જૂનાગઢ જિલ્લાના કેશોદના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી ગામના જ ઈસમે દુષ્કર્મ આચર્યું હતું,પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે.

ગત શુક્રવારના રોજ પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું હતું. ઘરમાં સુખ શાંતિ અને ધંધા રોજગારીમાં આવે તે માટે મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજીત પરમાર સાથે વાત કરી હતી. ત્યારે રણજીત પરમાર તાંત્રિક વિધિ કરવા ગત શુક્રવારની રાત્રીએ મહિલાના ઘરે પહોંચ્યો હતો.

જ્યાં આરોપી રણજીત પરમારે મહિલાને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર બાબતેની જેઠાણી અને પતિને જણાવતા તેમને હિંમત આપતા મહિલાએ સૌ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી,અને ત્યારબાદ તાંત્રિક વિધિ કરનાર આરોપી રણજીત પરમાર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે હાલ કેશોદ પોલીસે આરોપી રણજીત  પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment