જુનાગઢ : મનપામાં નોકરી આપવાના બહાને યુવાન પાસેથી રૂ. 9.32 લાખ ખંખેરનાર ભેજાબાજ ગાંધીનગરથી ઝડપાયો..

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના યુવાનને નોકરીની લાલચ આપી રૂપિયા 9 લાખ 32 હજારની છેતરપિંડી આચરનાર ભેજબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

ભેસાણના છોડવડી ગામના યુવાન સાથે થઈ છેતરપિંડી

મનપામાં નોકરી આપવાના બહાને રૂ. 9.32 લાખ પડાવ્યા

પોલીસે લોકેશનના આધારે ભેજાબાજને ઝડપી પાડ્યો

છેતરપિંડી આચરનાર આરોપી ગાંધીનગરથી ઝડપાયો

તમામ રકમ મોજશોખમાં ઉડાવ્યા હોવાનું બહાર આવ્યું

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના યુવાનને નોકરીની લાલચ આપી રૂપિયા 9 લાખ 32 હજારની છેતરપિંડી આચરનાર ભેજબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામે રહેતા ભાવિન જેતાણીને સુરેન્દ્રનગરના દેવેન્દ્ર હડિયાલે ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં નોકરી આપવાની લાલચ આપી 9 લાખ 32 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા. છોડવડી ગામના યુવાનને ખોટા કોલ લેટર આપી તેના પાસેથી લાખો રૂપીયા પડાવી લેતા ભેસાણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય હતી. માત્ર 24 કલાકમાં જ ભેસાણ પોલીસે લોકેશનના આધારે ગાંધીનગરથી આરોપી દેવેન્દ્ર હડિયાલને ઝડપી પાડ્યો હતો. જેને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેઆરોપી દેવેન્દ્ર હડીયાલ છેતરપિંડી કરી મેળવેલ રકમ મોજશોખમાં ઉડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છેત્યારે હાલ તો ભેંસાણ પોલીસે આરોપીની સઘન પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories