Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : રોપ-વે સેવાને એક વર્ષ થયું પુર્ણ, અત્યાર સુધીમાં 6.60 લાખ લોકોએ કરી સફર

ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.

X

એશિયાના સૌથી મોટો રોપ વે ગિરનાર રોપ-વેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.

એશિયાનો સૌથી ઊંચો રોપવે એટલે કે ગિરનાર રોપ -વે 24 ઓક્ટોબર 2020ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે ગિરનાર રોપ વેને એક વર્ષ પૂર્ણ થતા ઉષા બ્રેકો કંપની દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે એક વર્ષની અંદર ગિરનાર રોપ વેમાં 6.60 લાખ લોકોએ રોપ વેની સફર માણી છે. આજે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર રોપ-વે મારફતે શિખર પર પહોંચી માં અંબા અને દત્તાત્રેય ભગવાનના પણ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે ગિરનારની લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્યથી ખુશ થયા હતાં.

આગામી તારીખ 27 ઓક્ટોબર સુધી જે કોઈનો પણ જન્મ દિવસ આવશે તેને રોપ-વેમાં ફ્રીમાં સફર માણી શકશે ગિરનાર રોપ- વેને આજે એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી અને ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગિરનાર રોપ-વે ના દિપક કપલીસ, જી.એમ.પટેલ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story