Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : આંબેડકર નગર વોર્ડના રહીશોની મતદાનના બહિષ્કારની ચીમકી

આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

X

જૂનાગઢના આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવતા પ્રજાજનો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી પાણીથી વંચિત સ્થાનિકો અને રહેવાસીઓએ આગામી લોકસભાની ચૂંટણીનો જ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે લોકોની પાયાની સમસ્યાઓમાં ક્યાંક ને ક્યાંક લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપતા હોય છે. જૂનાગઢના વોર્ડ નંબર 15 માં આવેલ આંબેડકર નગરમાં ઉનાળાના ધોમધખતા તાપમાં પાણીની સમસ્યા સર્જાતા આ વિસ્તારના રહીશો આકરા પાણીએ આવી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ચકચાર મચી છે, વોર્ડ નંબર 15 ના આંબેડકર નગરમાં છેલ્લા 4 વર્ષથી પાણીના ટાકાઓ ખાલીખમ છે ,મનપાને અવારનવાર રજુઆત કરવા છતાં આ વિસ્તારની સમસ્યા આજે પણ જેમની તેમજ હોવાનું આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે, રહીશોએ પહેલા પાણી આપો પછી જ મતદાન કરીશું ની ચીમકી આપતા ચૂંટણી ટાણે ચકચાર મચી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે રઝળપાટ કરતી આ વિસ્તારની મહિલાઓ હવે ચૂંટણી સમયે લડી લેવામાં મૂડમાં આવી છે, જ્યારે આ મુદ્દે મનપા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે આ પાણીની સમસ્યા પાછળ ત્યાંના રહીશોના અંદરો અંદરના ઝગડાઓના લીધે અવ્યવસ્થા સર્જાતા પાણીની કૃત્રિમ સમસ્યા ઉભી થઇ છે. આ જગ્યાએ બોર પણ કરવામાં આવેલ છે હવે લાઈટ કનેક્શન ની માંગ કરી છે.

Next Story