કડકડતી ઠંડીમાં ઠંડા પાણી થી ન્હાવાથી ખસ, ધાધર રોગ તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘ સ્નાન કરવામાં આવે છે. જેમાં આજે જુનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સંતો અને હરિભક્તોએ માઘ સ્નાનનો લ્હાવો લીધો હતો.
કડકડતી ઠંડીમાં ગરવા ગિરનારની ગોદમાં ભલભલાને ધ્રુજાવી દે એવી ઠંડી વચ્ચે સંતો અને વિદ્યાર્થીઓએ ઠંડીમાં ઠંડા પાણીથી ખુલ્લામાં સ્નાન કરી રહ્યા છે. માઘ સ્નાનનો અનેરો મહિમા છે.જેમાં પરમ્પરા મુજબ માટીના માટલામાં ખુલ્લા મેદાનમાં રાતભર પાણી ભરી રાખવામાં આવે છે અને વહેલી સવારે એજ ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે. જેમાં જુનાગઢ જિલ્લાના જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સંતો અને હરિભક્તોએ આ પ્રવૃત્તિ સ્વેચ્છા એ બાળકો કરતા હોય છે ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આ માઘ સ્નાનની શરૂઆત થાય છે અને ૩૦ દિવસ સ્નાન કરવામાં આવે છે.જે સમુદ્રને નહીં મળતી કોઈપણ નદીમાં માઘ સ્નાન કરે છે તેને એક અઠવાડિયાનું ફળ પ્રાપ્ત થાય છે સમુદ્રમાં એક દિવસનાં સ્નાન કરવા માત્રથી આખા મહિનાનું સ્થાનનું ફળ મળે છે.વિદ્યાર્થીઓ સંતોના જીવનમાંથી શીખતા હોય છે. ત્યારે આ માઘ સ્નાન કરવાથી વિદ્યાર્થીઓમાં આત્મબળ વધે છે. જેમ ઝેર-ઝેરને મારે છે તેવી જ રીતે ઠંડી ઠંડીને મારે છે... ઉપરાંત માઘ સ્નાન કરવાથી શરીરની અંદર નવી ઉર્જાનો સંચાર થાય છે. તેમજ ખસ, ખરજવું અને ધાધર જેવા રોગો થતા નથી.