જૂનાગઢ : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં EVM મશીનની ફાળવણી સાથે સ્ટાફ થયો સજ્જ

જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે,ત્યારે  EVM મશીન અને સ્ટાફની ફાળવણીની પ્રક્રિયા ચૂંટણી વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

New Update
  • વિસાવદરની પેટ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

  • ભાજપ,કોંગ્રેસ અને આપ માટે પ્રતિષ્ઠા ભર્યો જંગ

  • ચૂંટણી વિભાગ દ્વારા મતદાનની તૈયારીઓ પૂર્ણ

  • EVM મશીનની ફાળવણી સાથે સ્ટાફ થયો સજ્જ

  • પોલીસ અને SRP મળીને 800થી વધુનો સ્ટાફ તૈનાત

જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે,ત્યારે  EVM મશીન અને સ્ટાફની ફાળવણીની પ્રક્રિયા ચૂંટણી વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તારીખ 19મી જૂનના રોજ યોજાનાર છે.ત્યારે આજરોજ વિસાવદર વી.ડી.પટેલ સંકુલથી જૂનાગઢ - વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત EVM મશીન અને સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી,કુલ 294 બુથ મતદાન મથકનો સમાવેશ થાય છેહાલ વહીવટી વિભાગનો 1500 જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે,તેમજ 800થી વધુ પોલીસકર્મીનો સ્ટાફ મતદાન મથક પર તૈનાત રહેશે294 બુથ પર EVM મશીન તેમજ અન્ય સામગ્રી પહોંચાડવામાં આવી હતીતેમજ બંદોબસ્ત માટે પોલીસ ઉપરાંત SRPની 3 ટુકડી  તૈનાત રહી ફરજ બજાવશે.

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત 161 ગામડાઓનો સમાવેશ થાય છેહાલ ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.તારીખ 19 જૂન સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે.જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.ચૂંટણી સ્ટાફ માટે સ્થળ પર જ રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest Stories