જૂનાગઢ : ભાટગામની એસટી બસની સુવિધા બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ,ઉગ્ર વિરોધ કરી બસ શરૂ કરવા માટે કરી માંગ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટગામમાં એસટી બસની સુવિધા અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,અને વિદ્યાર્થીઓ દ્વારા સંગઠિત થઈને એસટી ડેપો ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

New Update
  • ભાટગામની એસટી બસ સેવાનો મામલો

  • એસટી બસ સેવા બંધ કરવામાં આવતા વિરોધ

  • એસટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓએ કર્યો ઉગ્ર વિરોધ

  • ભાટગામ ગામની બસ શરૂ કરવા કરાયો ઉગ્ર વિરોધ

  • બસ સ્ટેન્ડના બંને ગેટ પર બેસી બસને રોકી કર્યો વિરોધ

  • તંત્ર દ્વારા યોગ્ય નિરકારણની આપી ખાતરી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટગામમાં એસટી બસની સુવિધા અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,અને વિદ્યાર્થીઓ દ્વારા સંગઠિત થઈને એસટી ડેપો ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટગામમાં એસટી વિભાગ દ્વારા બસ સેવા બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીવર્ગ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.અને વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને વિદ્યાર્થીઓ સંગઠિત થઈને એસટી ડેપોમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.અને બસ આગળ બેસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.અને એસટી ડેમોની કચેરીમાં ભાટગામ ની એસટી બસ નિયમિત શરૂ કરવા માટેની માંગ કરી હતી.વિદ્યાર્થીઓના આક્રોશને પારખી ગયેલા એસટી ડેપોના અધિકારીઓએ વહેલી તકે બસ સેવા શરૂ કરવાની બાંહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો.

Latest Stories