જૂનાગઢ: શહેર બન્યું સિંહોનું રહેઠાણ,ખોરાકની શોધમાં ફરતા સાવજોથી લોકોને મળ્યું રક્ષણ

છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે.તો ક્યાંક લોકોના મકાનની બહાર મહેમાન બની બેઠા હોય છે.રાત્રિ દરમિયાન  મારણ કરીને મિજબાની માણી રહ્યા છે

New Update
  • શહેર બન્યું સિંહોનું રહેણાક

  • માનવ વસ્તીમાં સાવજોનો પડાવ

  • ખોરાકની શોધમાં સિંહ માનવ વસ્તી તરફ આવ્યા

  • ખેતરો બન્યા આશ્રયસ્થાન

  • ખેડૂતો માટે સિંહ બન્યા છે રક્ષક  

 જૂનાગઢ શહેરમાં છેલ્લા 15 દિવસથી રહેણાંક વિસ્તારમાં ત્રણ પાઠડા સાવજોએ પોતાનું રહેણાંક બનાવ્યું છે.જ્યારે લોકો માટે સિંહ તેમનો રક્ષક હોવાનું કહી રહ્યા છે. ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ શહેર હવે સિંહોનું નવુ રહેઠાણ બની રહ્યું છે,કારણ કેગિરનાર જંગલની બોર્ડરમાં ત્રણ વર્ષ પહેલા સિટી ગ્રુપ તરીકે સ્થાયી થયેલા એક સિંહણ અને તેના ત્રણ સિંહબાળ વસવાટ કરતા હતા.જે સિટી ગ્રુપના ત્રણેય સિંહ હવે પાઠડા બન્યા છે.સ્વાભાવિક રીતે સિંહ મોટા થાય તેમ ખોરાક અને પાણી માટે તેનો કોરીડોર પણ વધે છે.

જેથી હવે ત્રણેય સિંહ ગિરનાર બોર્ડરના ઇવનગરમધુરમવાડલા ફાટકકેટલ બ્રિડિંગ ફાર્મને પોતાનો કોરીડોર બનાવી લીધો છે.દરરોજ છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે.તો ક્યાંક લોકોના મકાનની બહાર મહેમાન બની બેઠા હોય છે.રાત્રિ દરમિયાન  મારણ કરીને મિજબાની માણી રહ્યા છે.પરંતુ આજ દિવસ સુધી આ વિસ્તારમાં સિંહે  લોકોને હેરાન નથી કર્યા સ્થાનિક લોકોનું કહેવું છે આ તો સિંહનો જ વિસ્તાર છે અને દરરોજ રાત્રે સિંહ અહીંથી પસાર થાય છે પરંતુ આજ દિવસ સુધી લોકો પર આ સિંહોએ હુમલો નથી કર્યો.

મધુરમ અને વાડલા ફાટક વચ્ચેના વિસ્તારમાં અનેક વાડી વિસ્તાર આવેલો છે.હજારો વીઘાના ખેતરોમાં દિવસ દરમિયાન સિંહ આરામ ફરમાવે છે.જ્યારે દિવસ દરમિયાન ખેડૂતોના પાકનું રક્ષણ કરતા હોય તેવું લાગી રહ્યું છે.વાડી માલિકનું પણ કહેવું છે કે સિંહો છેલ્લા 15 દિવસથી અમારા ખેતરમાં આવે છે,પરંતુ ક્યારેય અમારા મજૂર ઉપર હુમલો કર્યો નથી કે તેને હેરાન નથી કર્યા આ સિંહોનો વિસ્તાર છે અને દરરોજ તે અહીંયા જ રહે છે.

Latest Stories