જુનાગઢ : બાંટવા નજીક ચપ્પુની અણીએ થયેલી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ મામલે પોલીસે 3 શખ્સોને દબોચી લીધા...

ગત તા. 5મી સપ્ટેમ્બરની મોડી રાત્રે જુનાગઢ-પોરબંદર હાઇવે પર અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી ચપ્પુની અણીએ રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી.

New Update

જુનાગઢ-પોરબંદર હાઇવે પર બાંટવાના પાજોદ ગામ નજીક અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી સોનું-ચાંદી અને રોકડ મળી 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 5મી સપ્ટેમ્બરની મોડી રાત્રે જુનાગઢ-પોરબંદર હાઇવે પર અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી ચપ્પુની અણીએ રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. અમદાવાદના માણેકચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના 2 સેલ્સમેન કુતિયાણા તરફથી ફોર વ્હીલર લઈ સોમનાથ તરફ જતા હતાતે સમયે બાંટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બન્ને સેલ્સમેન ઉભા હતાત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતીત્યારે જોતજોતામાં અચાનક જ અન્ય 2 ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનું5 કિલો ચાંદી અને રૂ. 2.50 લાખ રોકડ અને મોબાઈલ મળી રૂ. 1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે જુનાગઢ એસપી એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે લૂંટારુઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી. જેમાં ફરીયાદીના સંપર્કમાં રહેલ અજાણ્યા વ્યક્તિની મુવમેન્ટ મળતા પોલીસ ટીમ અમદાવાદ ખાતે રવાના થઈ શકદાર વ્યક્તિ મોહિત જોષીને હસ્તગત કરી આગવી ઢબે તેની પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતોઅને પોલીસને સાચી હકિકત જણાવી હતી. ફરીયાદી યાજ્ઞિક જોષી કે જે પોતાનો સગો ભાઈ હોય અને બન્ને ભાઈઓ સોના-ચાંદીના દાગીના વેપાર સાથે સંકળાયેલ હોય તેમજ અવાર-નવાર યાજ્ઞિક જોષી તથા ધનરાજ કલા ગોલ્ડ કંપનીના સોના-ચાંદીના દાગીના વેચવા માટે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જતા હતા. જેથી આ ત્રણેય ઇસમોએ પોતાની આર્થિક જરૂરીયાત સંતોષવા સોનાના દાગીના તેમજ રોકડ રૂપીયા ઓળવી જવા કાવતરૂ ઘડ્યું હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતીત્યારે હાલ તો જુનાગઢ પોલીસે લૂંટની ઘટનામાં તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપી યાજ્ઞીક જોષીમોહીત જોશી અને ધનરાજ ભાંડગેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.