Connect Gujarat
ગુજરાત

કંડલા પોર્ટ પર 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાતા ગુજરાતમાં ફરી ખળભળાટ,કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર

કંડલા પોર્ટ ખાતે 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવી રહ્યું છે પૂર્વ બાતમીના આધારે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સૂત્રો કહી રહ્યા છે

કંડલા પોર્ટ પર 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાતા ગુજરાતમાં ફરી ખળભળાટ,કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર
X

પશ્ચિમ કાંઠાના મહાબંદર ગણાતા કંડલા પોર્ટ ખાતે 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવી રહ્યું છે પૂર્વ બાતમીના આધારે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સૂત્રો કહી રહ્યા છે એટીએસ અને ડી.આર.આઈ.ની ટીમે આ ઓપરેશન બહાર પાડીને કન્ટેનર પકડી પાડ્યું હતું.ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની શંકા વ્યકત કરાઈ રહી છે સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસના અંતે વધુ હકીકતો બહાર આવે તેમ છે.


કંડલા પોર્ટ ખાતે 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવી રહ્યું છે પૂર્વ બાતમીના આધારે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સૂત્રો કહી રહ્યા છેઉલ્લેખનીય એ છે કે થોડા સમય પૂર્વે મુન્દ્રા પોર્ટ ખાતે ૨૧,૦૦૦ કરોડનો ડ્રગ ઝડપાયો હતો ત્યારે એક પછી એક ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે ત્યારે જુદી જુદી એજન્સીઓએ પણ આ કેસમાં તપાસ હાથ ધરી છે અને આવનારા દિવસોમાં આ કેસમાં વધુ નવા ધડાકાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પ્રકરણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જગદીશ ઠાકોરે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં નશાનો કારોબાર વણથંભ્યો છે જેને અટકાવવા સરકાર કડક કામગીરી કરે તે જરૂરી છે..

Next Story