Connect Gujarat
ગુજરાત

AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે,

X

આગમી તા. 7 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે ચૈતર વસાવાને પોતાની પાર્ટીના નેતાઓ જ આગળ કરીને કોર્ટ કેસ બગાડી રહ્યાં હોવા અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપના હોદ્દેદારો અને આગેવાનો સહિત કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને AAP પાર્ટીનું સમર્થન નહીં પણ પોતાની પાર્ટીને ગુજરાતમાં ઉંચી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી કે, ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવા માટે કોઈ લાગણી ન હોવાનું પણ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું. AAP પાર્ટીના નેતાઓ માત્રને માત્ર ભાજપ અને ભાજપ સરકારને બદનામ કરવાના ઉદ્દેશથી ગુજરાત આવી રહ્યા હોવાની પણ સાંસદે વાત કરી હતી. આગમી તા. 7 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે AAP પાર્ટીના નેતાઓ લોકોને ખોટી વાતોમાં ભરમાવવા માટે આવી રહ્યા હોવાનું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું.

તો બીજી તરફ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તા. 7 જાન્યુઆરીના રોજ ડેડીયાપાડામાં એક વિશાળ જનસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપના નેતા મનસુખ વસાવા બેબાકળા બન્યા હોવાનું આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વાત કરતાં જણાવ્યુ હતું. ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તીખી પ્રતિક્રિયા આપી હતી.

Next Story